પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી: ધારી વિધાનસભા બેઠક પર મતગણતરીની તૈયારી - Counting of votes
🎬 Watch Now: Feature Video
અમરેલી: ગુજરાતની 8 વિધાનસભા બેઠક પર મતદાન 3 નવેમ્બરે પૂર્ણ થઇ ગયું છે. હવે મંગળવાર 10 નવેમ્બરે ધારી વિધાનસભા બેઠકની મતગણતરી યોજવાની છે. સોમવારના રોજ ધારીની યોગીજી મહારાજ કોલેજ ખાતે મંગળવારના રોજ સવારે 08:00 વાગ્યે ધારી વિધાનસભાની બેઠકની મતગણતરી યોજાવાની છે. વ્યવસ્થાની રીતે વાત કરીએ તો કુલ 12 ટેબલ ઉપર 29 રાઉન્ડમાં મતગણતરી થશે તેની વ્યવસ્થા રૂપે તંત્રએ 12 ટેબલ ઉપર તેમજ તમામ ટેબલ પર સીસીટીવી કેમેરા ગોઠવ્યા છે અને સુરક્ષાની રીતે જોઈએ તો હોમગાર્ડ, પોલીસ અને પેરા મિલિટરી ફોર્સના જવાનોને ગોઠવવામાં આવ્યા છે. મતગણતરીમાં 70 જેટલા કર્મચારીઓ કામ કરશે અને મતપેટીઓમાં 11 ઉમેદવારોનું ભાવી શું થયું છે તે મંગળવારે જાહેર થશે.