રાજકોટમાં લોકડાઉનને નબળો પ્રતિસાદ, લોકો ઘરની બહાર દેખાયા - રાજકોટમાં
🎬 Watch Now: Feature Video

રાજકોટ : સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસનો હાહાકાર જોવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં પણ દિન-પ્રતિદિન કોરોના વાઇરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેને કારણે રાજકોટ સહિતના મોટા શહેરને રાજ્ય સરકાર દ્વારા આગામી તારીખ 25 સુધી લોકડાઉન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, પરંતુ રાજ્ય સરકારના આદેશનો લોકો અમલ કરતા જોવા મળ્યા નહોતા. હાલ શહેરીજનો પરિસ્થિતિની ગંભીરતા સમજતા નહિ હોવાના કારણે રાજકોટ પોલીસ અને મનપા દ્વારા જાહેર રસ્તાઓ પર નીકળતા વિરુદ્ધ શિક્ષાત્મક અને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જો કે, આ બંધનો રાજકોટમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો.