ધોરાજીમાં પોલીસે ફિલ્મી ઢબે વિદેશી દારુ ઝડપી પાડ્યો - ધોરાજી
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4544440-thumbnail-3x2-dhoraji.jpg)
રાજકોટ: જિલ્લાના ધોરાજીમાં પોલીસ કર્મી ફરજ બજાવવા માટે જમનાવડ રોડ પરથી પસાર થતો હતો, જે દરમિયાન એક છકડો રીક્ષા શંકાસ્પદ જણાતા રીક્ષા પકડવા માટે પીછો કરનાર પોલીસ કર્મીનું બાઈક ખાડામાં ખાબકી હતી. પોલીસ કર્મચારીને ઈજા થતાં પ્રાઈવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે છકડો રીક્ષામાં વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. રીક્ષા ચાલક છકડો રીક્ષા ઘટના સ્થળે છોડીને ફરાર થઈ ગયો હતો. આરોપીને પકડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.