Robbery Cases in Ahmedabad : મણીનગરમાં હથિયારની અણીએ લૂંટ, ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યા - Robbery Cases in Ahmedabad
🎬 Watch Now: Feature Video
અમદાવાદના મણિનગર ઝઘડિયા બ્રિજ પરથી એક વ્યક્તિ નોકરી પુરી કરી ઘરે પરત ફરી રહ્યો હતો. જે સમયે બે શખ્સો બાઇક પર તે વ્યક્તિ પાસે પહોંચ્યા અને તીક્ષ્ણ હથિયાર બતાવી તેની પાસેથી મોબાઈલ, રોકડ રકમ અને દાગીના આ ઉપરાંત ATM પર રૂપિયા ઉપાડવા લઈ ગયા હતા. જોકે ભોગ બનનારે ખોટો પિન નાખતા નાણાં ઉપડયા નહિ અને બાદમાં બીજા ATM પર જતાં ભોગ બનનાર મોકો જોઈને છુપાઈ જતા તેનો બચાવ કર્યો હતો. આ ઘટનાને લઈને ભોગ બનનારે પોલીસ ફરિયાદ કરતા મણિનગર પોલિસે CCTVના આધારે બન્ને આરોપીને ઝડપી ગુનાનો (Crime of Robbery in Ahmedabad) ભેદ ઉકેલી નાખ્યો.