ઉત્તરાખંડમાં રાયવાલાની નજીક ગંગા ટાપુમાં ફસાયેલા 22 લોકોને પોલીસે સુરક્ષિત સ્થળે ખસેડ્યા
🎬 Watch Now: Feature Video
ઉત્તરાખંડમાં ઋષિકેશના (Hrishikesh) રાયવાલાના (Raywala) ગોહરી માફીમાં ગંગા નદીનું (River Ganga) જળસ્તર અચાનક વધી ગયું છે, જેના કારણે રાયવાલાની નજીક ગંગાના ટાપુમાં ગુજર પરિવારના 22 લોકો ફસાઈ ગયા હતા. જોકે, તેમના ફસાવવાના સમાચાર મળતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તમામ લોકોને બચાવી લીધા હતા. આ અંગે મળતી માહિતી અનુસાર, ગુજરોનો પરિવાર (Gujar Family) ઉત્તરકાશીના રાયવાલા આવ્યો હતો, પરંતુ સતત થઈ રહેલા વરસાદના કારણે ગંગાનું જળસ્તર વધી ગયું હતું. આ જ કારણે તમામ 22 લોકો ટાપુ પર ફસાઈ ગયા હતા. જોકે, આજે સવારે કન્ટ્રોલ રૂમના માધ્યમથી રાયવાલા પોલીસ સ્ટેશનને સૂચના મળી હતી. ત્યારબાદ રાયવાલા પોલીસ અને SDRFની ટીમે ઘટનાસ્થળે પહોંચી બચાવ અભિયાન (Rescue Operation) શરૂ કર્યું હતું. ટીમે બોટની મદદથી ફસાયેલા વ્યક્તિ સુધી પહોંચી તેમને સુરક્ષિત સ્થળ પર પહોંચાડ્યા હતા.