ભરૂચ જીલ્લામાં સૌ પ્રથમવાર પોલીસ કોન્સ્ટેબલને રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત કરાયા - police constable was honored
🎬 Watch Now: Feature Video
ભરૂચઃ જિલ્લામાં સૌ પ્રથમ વાર પોલીસ કોન્સ્ટેબલને રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત કરાયા છે. તો અન્ય બે પોલીસકર્મીઓને જીવન રક્ષક મેડલ એનાયત કરવામાં આવ્યા છે. દાહોદના ફતેપુરા તાલુકામાં આવેલાં મારગાડા ગામના સુરેશ રામસંગ વણઝારાની પોલીસ કોન્સ્ટેબલ તરીકે 21 વર્ષ પહેલાં ભરૂચમાં નિમણૂંક થઇ હતી. જે બાદ તેમણે ભરૂચ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં તેમજ મહત્વની શાખાઓમાં ફરજ બજાવી હતી. ગેરકાયદે હથિયાર, હવાલા, ડુપ્લિકેટ ગુટખા ફેક્ટરી, લૂંટ-ધાડ, ચોરી, સહિતના અનેક ગુનાઓને શોધી કાઢવામાં તેમણે સફળતાં મેળવી હોય તેમને રાષ્ટ્રપતી મેડલ એનાયત કરવામાં આવ્યો છે. ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આયોજિત જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણીનાં કાર્યક્રમમાં સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલના હસ્તે તેમને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. રાજ્યમાંથી 10થી વધુ પોલીસ કર્મીઓને રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત કરાયા છે. તેમાં પણ તેઓ એક માત્ર પોલીસ કોન્સ્ટેબલ તરીકે સન્માનિત થયાં છે. અત્યાર સુધી સુરેશ વણઝારાએ 260થી વધુ ઇનામ પ્રાપ્ત કરી ભરૂચ જિલ્લા પોલીસનું ગોરવ વધાર્યું છે. તો અન્ય બે પોલીસકર્મીઓને જીવન રક્ષક મેડલ એનાયત કરવામાં આવ્યા છે. રાજપારડી પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈ તો બી ડીવીઝન પોલીસ મથકના ફિરોઝભાઈને પણ રાજ્યના સહકાર પ્રધાનના હસ્તે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. વર્ષ 2018માં રાજપારડી નજીક પુરના પાણીમાં ફસાયેલ એસ.ટી.બસમાંથી મુસાફરોને જીવના જોખમે બહાર કાઢી આ બન્ને કોન્સ્ટેબલ ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી. જે બદલ તેઓને સન્માનિત કરવામાં આવ્યા છે.