ETV Bharat / state

ગુજરાતના 5 રસ્તાઓના રિસરફેસિંગ માટે CMએ ફાળવ્યા 131 કરોડ, જાણો કયા રોડ ફરી ચકાચક બનશે? - ROAD DEVELOPMENT CORPORATION

ગુજરાત સ્ટેટ રોડ ડેવલોપમેન્ટ કોર્પોરેશનએ અગત્યના પ્રોજેક્ટસ સાથે કોર નેટવર્કને જોડતા અને પૂરક માર્ગો તરીકે કાર્યરત 5 રોડના રિસર્ફેસિંગ માટે 131 કરોડ મંજૂર કર્યા છે.

રાજ્યના 5 રસ્તાઓનું કરાશે સમારકામ
રાજ્યના 5 રસ્તાઓનું કરાશે સમારકામ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 19, 2024, 7:08 PM IST

ગાંધીનગર: રાજ્યમાં ચોમાસાના કારણે ધોવાયેલા રોડ-રસ્તાના રિસરફેસિંગનું કામ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવ્યું છે. ગુજરાત સ્ટેટ રોડ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા રાજ્યમાં હાથ ધરાઈ રહેલા અગત્યના પ્રોજેક્ટસ સાથે કોર નેટવર્કને જોડતા તથા તેને પૂરક માર્ગો તરીકે કાર્યરત કુલ પાંચ જેટલા રસ્તાઓના રિસર્ફેસિંગ માટે 131 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. મુખ્યમંત્રી દ્વારા 142 કિમીના રસ્તાઓ માટે આ રકમ મંજૂર કરવામાં આવી છે.

કયા કયા રસ્તાઓ રિસરફેસ કરાશે?

રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, પેથાપુર-નારદીપુર-ખેરવાનો 22.40 કિ.મી, જામનગર-લાલપુર-વેરાદનો 31.85 કિ.મીનો રસ્તો, નડિયાદ-પેટલાદ-ખંભાતનો 24 કિ.મીનો રસ્તો અને ચીખલી-ધરમપુરનો 20.45 કિ.મીનો રસ્તો તથા ભુજ-મુંદ્રાનો 43.50 કિ.મીના માર્ગોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

છેલ્લા બે વર્ષમાં રસ્તા બનાવવા તથા રિસરફેસિંગ માટે કેટલો ખર્ચ?
રાજ્ય સરકારના સાહસ સ્ટેટ રોડ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા પાછલા બે વર્ષમાં સમગ્ર રાજ્યમાં વિવિધ મહત્વપૂર્ણ માર્ગોના નિર્માણ, રિસર્ફેસિંગ, વિસ્તૃતિકરણ વગેરે માટે કુલ 2999 કરોડ રૂપિયાના કામો હાથ ધરવામાં આવેલા છે.

કયા રસ્તા માટે કેટલા કરોડ ખર્ચાશે?

  • પેથાપુર-નારદિપુર-ખેરવા 22.40 કિ.મી માટે રૂ.27.75 કરોડ
  • જામનગર-લાલપુર-વેરાદ 31.85 કિ.મી માટે રૂ.18.02 કરોડ
  • નડિયાદ-પેટલાદ-ખંભાત 24 કિ.મી માટે રૂ.23.45 કરોડ
  • ચિખલી-ધરમપુર 20.45 કિ.મી માટે રૂ. 19.89 કરોડ
  • ભુજ-મુંદ્રા 43.50 કિ.મી માટે રૂ. 42.51 કરોડ

આ પણ વાંચો:

  1. બેંગકોકથી મોરબી જવા 3.5 કરોડના ગાંજા સાથે બે ઈન્ટરનેશનલ એરપોર્ટમાંથી નીકળી ગયો, અમદાવાદમાં ઝડપાયો
  2. હવે 'મહાકુંભ મેળા માટે દોડશે સ્પેશિયલ ટ્રેન', આ તારીખથી કરી શકો ટિકિટ બુક

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.