વલસાડમાં ઝાડ કાપવા જેવી નજીવી બાબતની તકરારમાં 8 લોકોની ધરપકડ - police-arrested-8-people-for-violence-in-kaprada-of-valsad
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6402001-761-6402001-1584132943337.jpg)
વલસાડ : કપરાડા તાલુકાના મોટપોઢા ગામે મોટા ફળિયામાં રહેતા પવાર કુટુંબમાં છેલ્લા કેટલાક સમયથી જમીન બાબતે વિવાદ ચાલે છે. જેમાં ગણેશ પવાર અને તેમના અન્ય ભાઈઓ દ્વારા જમીનમાં ઝાડ કાપવા બાબતે સામાન્ય બોલાચાલી થઇ હતી. જેનું મોટુ સ્વરુપ ધારણ કરતા ગણેશ પવાર અને તેના અન્ય ભાઈઓએ લીલાબેન પવારના ઘરે પહોંચી લોખંડના સળિયા અને લાકડા વડે માર માર્યો હતો અને ઘરના પતરા તોડી નાખ્યા હતા. આ સમગ્ર ઘટના બાબતે લીલાબેન પવાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાતા નાનાપોઢા પોલોસે 8 લોકોની ધરપકડ કરી હતી.