BSF જવાનના મોત મામલે પોલીસે આરોપીઓને ઝડપ્યા - Death toll in attack
🎬 Watch Now: Feature Video
ભિલોડા/અરવલ્લી: અરવલ્લી જિલ્લાના ભિલોડાના તાલુકાના મલેકપુર ગામે ગત ગુરુવારે BSFમાં ફરજ બજાવતા રવિન્દ્ર ગામેતી નામના યુવાન અને તેના બે મિત્રો પર ગામના જ નવ શખ્શોએ ઘાતકી હુમલો કર્યો હતો. BSF જવાન રવિન્દ્ર ગામેતીના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. મૃતકના પરિવારજનો અને સમાજના અગ્રણીઓ જવાનના મૃતદેહને લઈ ભિલોડા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને આરોપીઓની ધરપકડની માગ સાથે મૃતદેહ મુકી રાખ્યો હતો. જેના કારણે યુવાનનો મૃતદેહ 32 કલાક સુધી અંતિમ વિધિથી વંચિત રહ્યો હતો.