દ્વારિકાધીશ મંદિરમાં કેક કાપીને PM મોદીના જન્મદિવસની ઉજવણી કરાઇ - latest news of pm modi birthday
🎬 Watch Now: Feature Video
દેવભૂમિ દ્વારકા: દ્વારકાધીશ મંદિરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતના પશ્ચિમ છેડે આવેલું પવિત્ર યાત્રાધામ દ્વારકાના મુખ્ય મંદિરના બે દ્વાર છે, જેમાં એક દ્વાર ગોમતી નદી ઘાટ ઉપર પડે છે, જ્યાં પૌરાણિક છપ્પન સીડી આવેલી છે. વડાપ્રધાન મોદીના જન્મદિવસે યાત્રાધામ દ્વારકાના રાજકીય આગેવાનો અને દ્વારકા નગરપાલિકા, યુવાનોએ દ્વારકાની પવિત્ર છપ્પન સીડી ઉપર કેક કાપીને વડાપ્રધાનના મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.