સુરતઃ પલસાણાના હેલ્થ વર્કર દ્વારા પ્લાઝમા ડોનેટ કરવામાં આવ્યું - news of surat
🎬 Watch Now: Feature Video
સુરત: કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર અર્થે પ્લાઝમા થેરાપી ખુબ કારગત નીવડી રહી છે, ત્યારે જિલ્લામાં પ્લાઝમા ડોનેટ કરનારા યોદ્ધાઓ એક બાદ એક સામે આવી રહ્યા છે. કડોદરા નગર ખાતે હેલ્થ વર્કર દ્વારા થોડા દિવસો અગાઉ જિલ્લામાં પ્રથમ વખત પ્લાઝમા ડોનેટ કરવામાં આવ્યું હતું. જે બાદ પલસાણા તાલુકાના કણાવ ગામના PHCના હેલ્થ વર્કરે પ્લાઝમાં ડોનેટ કર્યું છે.