જામનગરમાં રોડ રસ્તામાં પડેલા ગાબડાઓમાં પેશવર્કનું કામ શરૂ - જામનગર મહાનગરપાલિકા
🎬 Watch Now: Feature Video
જામનગર: શહેરમાં ભારે વરસાદ પડવાના કારણે મોટાભાગના રસ્તામાં મસમોટા ગાબડા પડયા છે. જેથી મસમોટા ગાબડાના કારણે વાહનચાલકો તેમજ રાહદારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે.ત્યારે જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં મુખ્ય માર્ગો તેમજ અન્ય નાના-મોટા માર્ગો પર હાલ પેચવર્કનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુભાષભાઈ જોષીએ જણાવ્યું કે, શહેરમાં જાહેર માર્ગો પર જ્યાં પણ ગાબડા પડયા છે, તે તમામ ગાબડાઓમાં પેશવર્ક કરવામાં આવશે.