દહેગામના કડજોદરા ગામે દિવ્યાંગ મહિલાએ મતદાન કર્યું - Election atmosphere in Gandhinagar
🎬 Watch Now: Feature Video

ગાંધીનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજે રવિવારે મતદાન યોજાઈ રહ્યુ છે. તમામ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે મતદાન થઈ રહ્યું છે. શહેરની ગણતરીએ ગામ ગ્રામ્ય વિસ્તારોમાં મતદારો લાંબી લાઈન લગાવીને વહેલી સવારથી જ મતદાન કરવા પહોંચ્યા હતા. ત્યારે દહેગામના કડજોદરા ગામ ખાતે એક વિશિષ્ટ દૃશ્યો સામે આવ્યા છે. જેમાં કડજોદરા ગામના મહિલા કમલાબેન કે જેવો દિવ્યાંગ છે તેઓ સામાન્ય વ્યક્તિની જેમ ચાલી નથી શકતા તેમ છતાં પણ હાથમાં ચપ્પલ પહેરીને તેઓ મતદાન કેન્દ્ર સુધી આવ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો એ સાથે જ લોકોને સલાહ પણ આપી હતી કે, હું તો બરાબર ચાલી શકતી નથી તેમ છતાં પણ મતદાન કરવા આવી છું ત્યારે તમારે તો અચુક મતદાન કરવા જવું જોઈએ આમ કમલાબેનએ લોકોને વધુમાં વધુ મતદાન કરવાની અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી.
Last Updated : Feb 28, 2021, 3:03 PM IST