બરવાળામાં ઉભરાતી ગટરો અને ગંદકીનું સામ્રાજ્ય, અનેક રજૂઆતો છતા પરિણામ શુન્ય - ધજાગરા
🎬 Watch Now: Feature Video
બોટાદ: બરવાળા નગરપાલિકાના સ્વચ્છ ભારત મિશનના ધજાગરા ઉડાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બરવાળામાં ઉભરાતી ગટરો અને ગંદકીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શહેરમાં આવેલી રાવલ શેરી વિસ્તાર તથા ભરવાડ વાસ વિસ્તારમાં ભંયકર ગંદકીએ પોતાનું સામ્રાજ્ય જમાવ્યું છે. આ વિસ્તારના રહીશોના જણાવ્યા અનુસાર, અહીં ગટરનું પાણી ઉભરાઈ રહ્યું છે, પણ તંત્રને સામાન્ય જનજીવનના આરોગ્યની કોઈ પરવાહ ન હોય તેમ આ વાતને ધ્યાન પર લેવામાં આવતી નથી આ બાબતે ધણા સમયથી અનેક રજૂઆતો કરવામાં આવી રહી છે.