વીજળી વિભાગની બેદરકારીના લીધે ઢેલને કરંટ લાગવાથી મોત નિપજ્યું - Vadodara
🎬 Watch Now: Feature Video
વડોદરા : શહેરના છાણી વિસ્તારમાં આવેલા ઇલેક્ટ્રિકલ ડી.પી પર કરંટ લાગતાં ઢેલનું મોત નીપજ્યું હતું. શહેરના છાણી વિસ્તારમાં એક ઝાડ પર મોર અને ઢેલનો કાયમી વસવાટ હતો. જ્યાં વીજળ વિભાગની બેદરકારીના લીધે ઢેલને કરંટ લાગવાથી મોત નિપજ્યું હતું. જોકે ઝાડ પરથી ઉડીને જ્યારે તે ઈલેક્ટ્રિકલ ડી.પી પર બેઠી ત્યારે ઢેલને કરંટ લાગતા ઢેલ ડીપી પોલ પરથી નીચે પટકાઈ હતી અને તેનું મોત નીપજ્યું હતું. જોકે સ્થાનિક રહીશો દ્વારા સમગ્ર ઘટના અંગે વન વિભાગને જાણ કરવામાં આવી હતી.
Last Updated : Jul 21, 2019, 11:31 PM IST