અભિનેત્રી પાયલ રોહતગી અમદાવાદમાં, સાઈબર ક્રાઈમમાં નોંધાવી ફરિયાદ - Gujrati news
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ ફિલ્મ અભિનેત્રી પાયલ રોહતગી સાયબર ક્રાઈમ પહોંચી છે. જેણે ફિલ્મ અભિનેતા એજાઝ ખાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. એજાઝ ખાને સોશિયલ મીડિયામાં એક વિવાદીત વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વિવાદીત વીડિયોના કારણે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. આ અંગે અમદાવાદમાં અભિનેત્રી પાયલ રોહતગીએ કહ્યું હતું કે, એજાઝ ખાને મારા પર અભદ્ર ટિપ્પણી કરતો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. અભિનેત્રીએ વધુમાં કહ્યું કે, પોસ્ટ કરેલા વીડિયોમાં મને C ગ્રેડની અભિનેત્રી કહી હતી અને મારું કોઈ અમદાવાદના યુવક સાથે અફેર છે. જેની વિરૂદ્ધ અભિનેતા એજાઝ ખાન સામે ફરિયાદ અમદાવાદ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.
Last Updated : Jul 19, 2019, 5:35 PM IST