પાટીદાર અનામત આંદોલનના કેસ પરત ખેંચવા પાટીદાર અનામત સમિતિએ આપ્યું આવેદન - હાર્દિક પટેલ ન્યૂઝ
🎬 Watch Now: Feature Video
પાટણઃ પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાટીદારો પર થયેલા પોલીસ કેસ પરત ખેંચવા મામલે ગુરૂવારે પાટણ પાટીદાર અનામત આંદોલન સમિતિના કાર્યકરો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઇ સરકાર અને પોલીસ વિરૂદ્ધ સુત્રોચ્ચાર પોકારી દેખાવો કર્યા હતા. તેમજ કલેક્ટરને આવેદન પાઠવી તમામ કેસો પરત ખેંચવાની માગ કરી હતી. પાટીદાર સમાજના યુવાનો, મહિલાઓને શિક્ષણ અને સરકારી નોકરીઓમાં અન્યાયને લઇને પાટીદાર અનામત આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. તે દરમિયાન આંદોલનકારીઓ પર પોલીસ કેસ કરી ગુના દાખલ કરવામાં આવ્યા હતા. સરકારે આ તમામ કેસ પરત ખેંચવા માટેનું વચન આપ્યું હતું, પરંતુ હજુ સુધી આ કેસો પરત ખેંચવામાં આવ્યા નથી, જેને કારણે કેટલાય યુવાનોને કોર્ટના ધક્કા ખાવા પડે છે. માટે પાટીદારો પર કરેલા કેસ પરત ખેંચવાની માગ કરવામાં આવી છે. જો સરકાર દ્વારા પાટીદારો પરના પોલિસ કેશ પરત ખેંચવામાં નહીં આવે તો આગામી સમયમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.