કોરોના વાઈરસનો કહેરઃ પાટણ પોલીસ કોરોના સામે સતર્ક
🎬 Watch Now: Feature Video
પાટણ: કોરોના વાઈરસના કહેરને પગલે સરકાર દ્વારા સાવચેતીના પગલા ભરવા સૂચનો આપવામાં આવી રહ્યા છે. પાટણ જિલ્લા પોલીસ તંત્ર પણ આ વાઇરસને લઈને સાબદું બન્યું છે. દરેક પોલીસ સ્ટેશનમાં સાવચેતીના પગલે કાળજી લેવામાં આવી રહી છે. વિશ્વમાં હાહાકાર મચાવનારો જીવલેણ કોરોના વાઇરસ ભારત માટે પણ એક પડકાર બની ગયો છે અને તેની ઝપેટમાં આવનારાઓની સંખ્યા વધી રહી છે. પાટણ જિલ્લા પોલીસ વડા દ્વારા દરેક પોલીસ સ્ટેશનોમાં કર્મચારીઓ માટે સેનેટાઈઝર, હેન્ડ વોશ અને માસ્કનું વિતરણ કર્યું છે. ખાસ કરીને ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા કર્મચારીઓ કે. જે દિવસ દરમિયાન લોકોની ભીડમાં ઊભા રહી એક-બીજાના સંપર્કમાં આવે છે, ત્યારે આ વાઇરસથી તેઓ સુરક્ષિત રહે તે માટે દિવસમાં બે વાર તેમનું સ્કેનિંગ કરવામાં આવે છે. શંકાસ્પદ વાઈરસના દર્દીઓ અને પરિવારજનો તંત્રને સહકાર આપે તેવી અપીલ પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી છે. સાથે સાથે શંકાસ્પદ દર્દીઓ માટે હિટ મેપ જનરેટ કરવામાં આવી રહ્યો છે.