નવા વર્ષની ઉજવણીને લઇ પાટણ પોલીસ એક્શનમાં - celebrate new year
🎬 Watch Now: Feature Video
પાટણ : કોરોના મહામારીને અટકાવવાના ભાગરૂપે નવા વર્ષની જાહેરમાં ઉજવણી ન થાય તે માટે પાટણ જિલ્લા પોલીસ દ્વારા બે દિવસ માટે એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. બુધવારે બપોરથી જ શહેરના આવતા જતા પ્રવેશ દ્વાર અને જિલ્લાના હાઈવે માર્ગો પર ચેકપોસ્ટો ઊભી કરી આવતા-જતા વાહનોનું કડક ચેકિંગ હાથ ધર્યું હતું.