ETV Bharat / state

'સાહેબ, ઉત્તરાયણમાં દારુની તો ડિમાન્ડ રહેશે, એટલે...' બુટલેગરે અમદાવાદ પોલીસને કહ્યું- પછી... - UTTARAYAN 2025

વટવા પોલીસે ધરપકડ કરી અને બુટલેગરને પુછ્યું બોલ... દારુ જથ્થો કેમ લાવ્યો?

વટવામાં બુટલેગરની પુછપરછ...
વટવામાં બુટલેગરની પુછપરછ... (ETv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 23 hours ago

અમદાવાદઃ ઉત્તરાયણમાં ઉંધિયું, જલેબી ખાવા, શેરડી, ચિક્કીની મોજ માણવી, સટાસટ પતંગ ચગાવવી અને મ્યૂઝિક સાથે ઝૂમવું તહેવારની રોનક અહીં જરૂર દેખાય છે પરંતુ પ્યાસીઓ માટે જાણે આ તહેવાર વધુ એક બહાનું વધુ સારા શબ્દમાં કહીએ તો 'ઓકેશન' બની જાય છે. ઉત્તરાયણમાં દારુની રેલમછેલ ના થાય તેવા હેતુથી પોલીસ ઘણી કામગીરી કરતી હોય છે અને આ કામગીરી દરમિયાન તેમને કેટલાક વિચિત્ર અનુભવ પણ થતા હોય છે. આવો જ એક અનુભવ અમદાવાદની વટવા પોલીસને પણ થયો છે. જેમાં પોલીસની સામે જ ગુજરાતની વરવી વાસ્તવિક્તાનો બુટલેગરે ઉલ્લેખ કરી દીધો છે. તેની વિગતે વાત કરીએ...

પ્રારંભીક જાણીએ કે ઘટના શું છે. જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વટવા પોલીસ સ્ટેશનના પીઆઇ પી. બી. ઝાલા, પીએસઆઇ એ.બી. ગંધા તથા સ્ટાફના હે.કો. ધર્મદીપસિંહ, અશોકભાઈ, પો.કો. દિલીપભાઈ, રાજદીપસિંહ, સહિતના પોલીસ સ્ટાફની ટીમને મળેલી માહિતી પ્રમાણે ફુરકાન અહેમદબેગ અમીરબેગ (મિર્ઝા) રહે. અજીમ પાર્ક, સૈયદવાડી પાછળ, મુરલીધર સોસાયટી, વટવા, અમદાવાદ શહેરના ઘરે રેડ કરવામાં આવી હતી.

વટવામાં બુટલેગરની પુછપરછ...
વટવામાં બુટલેગરની પુછપરછ... (ETv Bharat Gujarat)

રેડની કાર્યવાહી દરમિયાન પોલીસને અહીંથી ભારતીય બનાવટની વિદેશી દારુ ભરેલી બોટલ નંગ 516 કિંમત રૂ. 2,58,000/- ના મુદામાલ મળ્યો હતો અને પોલીસે આ માલ સાથે તેની ધરપકડ કરી છે. આ ઉપરાંત, ગુુજરાત ઓફસેટ, વટવા ખાતેથી ભારતીય બનાવટની વિદેશી દારુની બોટલ નંગ-96 કિંમત રૂ. 7680/- ના મુદામાલ સાથે અન્ય આરોપી ઉસ્માન ઉફે કાસમ સુલેમાનભાઇ જાતે-શૈખ ઉવ. 38 રહે. બાબુલાલ-2 ચા વાળાની બાજુમાં, વોરાજીના ફ્લેટ સામે, નારોલ, અમદાવાદ શહેરને પણ પકડી પાડવામાં આવ્યો હતો. આમ, વટવા પોલીસ દ્વારા બે આરોપીઓ પાસેથી માતબર રકમનો વિદેશી દારૂનો મુદામાલ ઝડપી પાડવામાં આવ્યો અને કાયદાની વિધિ પ્રમાણે તેમની સામે ફરિયાદ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે, પણ અહીં આ કાર્યવાહીમાં બુટલેગર પાસેથી પોલીસને શું જાણવા મળ્યું તે પણ જાણીએ.

આ અંગે એસીપી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, પોલીસની ટીમની કાર્યવાહીમાં પકડાયેલા આરોપી ફુરકાન અહેમદબેગ અમીરબેગ (મિર્ઝા)ની પોલીસે સઘન પૂછપરછ કરી હતી. આ દરમિયાન તેણે કબુલાત આપતા કહ્યું કે, તાજેતરમાં ઉતરાયણનો તહેવાર આવતો હોઈ, તહેવારોની સિઝનમાં લોકોની માંગ રહેશે, એવું જાણીને વિદેશી દારૂ લાવેલા.

પકડાયેલા આરોપીઓ દ્વારા માતબર રકમનો પકડાયેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ક્યાંથી, કોની પાસેથી લાવેલા અને કોને ડિલિવરી કરવાની હતી. તેમજ વિદેશી દારૂના આ બંને ગુનામાં અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલો છે કે કેમ..? વિગેરે મુદ્દાઓ બાબત પોલીસ રિમાન્ડ મેળવી, વટવા પીઆઈ પી.બી.ઝાલા, પીએસઆઈ એ .બી. ગંધા તથા સ્ટાફ દ્વારા પૂછપરછ હાથ ધરી, વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે બુટલેગરના આ શબ્દો ગુજરાતના પ્યાસીઓની વરવી વાસ્તવિક્તા છત્તિ કરી રહી છે. ઉત્તરાયણમાં દારુ ડિમાન્ડમાં રહેશે તેવી વાત બુટલેગરે કરી હતી. જોકે આ વાસ્તવિક્તાની સામે અન્ય એક વાસ્તવિક્તા એવી પણ છે કે આજે પણ ગુજરાતમાં પોલીસ ઘણા આવા દારુ વેચતા, પીતા અને રાજ્યોમાંથી ઘૂસણખોરી કરતા શખ્સો તથા માલની સામે કાર્યવાહી કરે છે.

અહીં આપને જણાવી દઈએ કે, અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંઘ મલિક તથા સંયુક્ત પોલીસ કમિશ્નર, સેક્ટર 02 જયપાલ સિંહ રાઠોડ, નાયબ પોલીસ કમિશનર, ઝોન 06 રવિ મોહન સૈની દ્વારા અમદાવાદ શહેરમાં તાજેતરમાં ઉતરાયણના તહેવાર બાબતે વાહન ચેકીંગ અને ખાસ ઝુંબેશ દરમિયાન પ્રોહિબિશનના બુટલેગરોને ચેક કરવા તથા દેશી વિદેશી દારૂના કેસ શોધી કાઢવા શહેરના તમામ અમલદારોને ખાસ સૂચનાઓ કરવામાં આવી છે.

  1. ઘી-માવાના સેમ્પલો ફેલ થતા 10 પેઢી માલિકો સામે કાર્યવાહી, કુલ 26 લાખનો દંડ ફટકાર્યો
  2. આસારામને નડી ગયો અમદાવાદનો આ 12 વર્ષ જૂનો કેસ, આશ્રમથી ધકેલાયા જેલના સળિયા પાછળ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.