ETV Bharat / state

અમદાવાદના પતંગ બજારથી ગ્રાઉન્ડ રિપોર્ટ, આ વખતે પતંગમાં શું છે નવી વેરાયટી, એક કોડીની કેટલી કિંમત? - AHMEDABAD KITE MARKET

અમદાવાદના જાણીતું પતંગ બજાર એટલે દિલ્હી દરવાજા પતંગ બજાર, જ્યાં 1 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધીની પતંગ મળે છે.

અમદાવાદનું પતંગ બજાર
અમદાવાદનું પતંગ બજાર (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 23 hours ago

અમદાવાદ: ઉત્તરાયણના પર્વનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. બજારમાં પતંગ-દોરીના સ્ટોલ ગોઠવાઈ ગયા છે. અમદાવાદ શહેરમાં ઉત્તરાયણ પર્વની ખૂબ જ ધૂમધામથી ઉજવણી કરાય છે અને જ્યાં સૌથી સસ્તી પતંગ મળે ત્યાં લોકો પતંગ ખરીદવામાં વધારે રસ રાખે છે. તો અમદાવાદના જાણીતું પતંગ બજાર એટલે દિલ્હી દરવાજા પતંગ બજાર, જ્યાં 1 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધીની પતંગ મળે છે. અહીંયા પતંગનું હોલસેલ માર્કેટ છે. આ બજારમાં એક કોડી પતંગ ₹80થી લઈને ₹250 સુધીમાં વેચાય છે. લોકો પણ ખૂબ જ ઉત્સાહથી અહીંયા પતંગ ખરીદવા માટે દરવર્ષે આવતા હોય છે. તો જાણો આ વર્ષે દિલ્હી દરવાજાના પતંગ બજારમાં પતંગના શું ભાવ છે અને કઈ નવી વેરાઈટીની પતંગ બજારમાં મળી રહી છે.

અમદાવાદનું પતંગ બજાર (ETV Bharat Gujarat)

પતંગ બજારમાં નવી કઈ-કઈ પતંગો?
દિલ્હી દરવાજામાં આવેલા પતંગ માર્કેટના એક વેપારીએ જણાવ્યું કે, દિલ્હી દરવાજામાં લગભગ 28 પતંગની દુકાન છે. અહીંયા સિઝનેબલ બજાર ભરાય છે. અહીંયા પતંગની સાથે ફીરકી અને ફટાકડા પણ વર્ષોથી વેચવામાં આવે છે. જેને ખરીદવા માટે સમગ્ર ગુજરાતી લોકો દોડી આવે છે. અમારી પાસે ખંભાતી પતંગ, રામપુરી પતંગ, નોવેલ્ટી પતંગ, રોકેટ પતંગ, ઝાલર પતંગ, ચાંદ-તારા, ચીલ પતંગ, આંખે દાર પતંગ અને તમામ પ્રકારની પતંગો વેચવામાં આવે છે.

અમદાવાદનું પતંગ બજાર
અમદાવાદનું પતંગ બજાર (ETV Bharat Gujarat)

એક કોડી પતંગ કેટલામાં મળી રહી છે?
તેમણે વધુમાં ઉમેર્યું કે, હાલ પતંગો ગયા વર્ષ કરતા મોંઘી થઈ ગઈ છે. અહીંયા 80 રૂપિયાની કોડી પતંગની કિંમત શરૂ થાય છે અને 250 રૂપિયા સુધી કોડીની પતંગ મળે છે. એક પતંગની કિંમત 3 કે 4 રૂપિયાથી શરૂ થાય છે. સફેદ સાદી પતંગ ચાર રૂપિયાની છે, રોકેટ પતંગ ₹100ની કોડી, ચાંદ-તારા પતંગ પણ 100 રૂપિયાની કોડી છે અને એક પતંગ 5 રૂપિયામાં મળે છે. ફેન્સી પતંગનો ભાવ પણ 150 રૂપિયા કોડીથી માંડીને 250 રૂપિયા સુધીનો છે. આ વર્ષે ખંભાતી પતંગની એક નવી વેરાઈટી આવી છે, જેને પંજા પતંગ કહેવામાં આવે છે. આ પંજા પતંગ 120 રૂપિયામાં પાંચ પતંગ મળશે. છત્રી પતંગ પણ ખૂબ જ મસ્ત આવી છે, જે 200 રૂપિયામાં 15 પતંગ મળશે. અને ઝાલરવાળી રોકેટ પતંગ પણ લોકો ખૂબ ખરીદી રહ્યા છે જેની પ્રાઇસ 180 રૂપિયા પાંચ પતંગ છે.

જ્યારે પતંગના અન્ય એક વેપારી ફરદીન શેખે જણાવ્યું કે, દિલ્હી દરવાજામાં ફટાકડા, દોરી, પતંગ, પિચકારી જેવી બધી જ સિઝનેબલ આઈટમની દુકાન ચાલે છે. ઉત્તરાયણ નજીક છે એટલે દિલ્હી દરવાજામાં પતંગનું બજાર લાગી ગયું છે. અત્યારે થોડી મંદી છે પરંતુ જેમ જેમ ઉત્તરાયણનો દિવસ નજીક આવશે એમ લોકો વધારે ખરીદી કરશે. પતંગની રેગ્યુલર પ્રાઇઝ ₹80થી ચાલુ થાય છે અને 250 રૂપિયા સુધીની પતંગ અહીંયા મળે છે. સૌથી વધારે ખંભાતી પતંગ અને રામપુરની પતંગ ચાલે છે. અને અમારે ત્યાં આ પતંગ ₹90 રૂપિયા કોડીમાં મળે છે. અને ખંભાતી પતંગ 120 થી 130 રૂપિયા કોડીની મળે છે. હોલસેલનું બજાર છે. એટલે સૌથી સસ્તી અને નવી વેરાયટીની પતંગ મળે છે. અહીંથી પતંગ લઈને લોકો ખુશ થઈ જાય છે અને ઉતરાયણના દિવસે પતંગ ચગાવીને મોજ કરે છે.

તો ખરીદી માટે આવેલા એક ગ્રાહકે જણાવ્યું હતું કે, અમે ઉત્તરાયણ માટે પતંગ ખરીદવા માટે આવ્યા છીએ. અમે આખું બજાર જોયુ ત્યાં દરેક વેરાઈટીની પતંગ જોવા મળી છે અને સસ્તી પતંગ છે. એટલે દર વર્ષે અમે અહીંથી 100, 200 જેટલી પતંગો લઈ જઈએ છીએ અને ફ્રેન્ડ સાથે પતંગ ઉડાવીએ છીએ. અમે અહીંયા ખંભાતી અને રામપુરી પતંગ લેવા માટે આવ્યા છીએ અને માંજો પણ અહીંયા ખૂબ સારો મળી રહ્યો છે.

આ પણ વાંચો:

  1. વિદેશ જવું છે ? ત્યાંની ભાષા શીખવી છે ? તો ગૂજરાત વિદ્યાપીઠ આપે છે આ તક
  2. ગીરનો ડ્રાયફ્રુટ ગોળ, ગીરમાં સુકામેવા સાથે બની રહ્યો છે દેશી ગોળ,જુઓ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.