પરિક્રમા તેના અંતિમ પડાવ પર ભાવિકોનું ભવનાથ તરફ પ્રયાણ - જૂનાગઢ લીલી પરિક્રમા ન્યૂઝ
🎬 Watch Now: Feature Video
જૂનાગઢ: ગરવા ગઢ ગિરનારની પૌરાણિક અને પ્રાચીન લીલી પરિક્રમા હવે તેના અંતિમ પડાવ તરફ છે. ત્યારે બોરદેવીથી મોટી સંખ્યામાં પદયાત્રીઓ ભવનાથ તરફ પ્રયાણ કરી રહ્યા છે. બોરદેવીથી ભવનાથ સુધીનો 8 કિલોમીટરનો જંગલનો માર્ગ પદયાત્રીઓથી ભરચક જોવા મળ્યો હતો. બોરદેવીથી નીકળેલા પદયાત્રીઓ સવાર સુધી ભવનાથ પહોંચે તેવી શક્યતાઓ છે. આટલી મોટી સંખ્યામાં એકસાથે પદયાત્રીઓ ભવનાથ પહોંચશે. જેને લઇને ગિરનારની તળેટીમાં પદયાત્રીઓનો માનવ મહેરામણ ઉમટતુ જોવા મળશે.