ખેડા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, ધરતીપુત્રોમાં આનંદની લાગણી
🎬 Watch Now: Feature Video
ખેડા: જિલ્લામાં ચોમાસાનો માહોલ જામી રહ્યો છે. જિલ્લાના કેટલાક વિસ્તારને બાદ કરતા મોટાભાગના વિસ્તારોમાં ડાંગરની રોપણી કરી દેવામાં આવી છે.ત્યારે જરૂરિયાતના સમયે જ વરસાદ થતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.4 વાગ્યા થી સાંજના 6 વાગ્યા સુધીમાં બે કલાકમાં ખેડા જિલ્લામાં કુલ 200 mm વરસાદ નોંધાયો છે. જિલ્લામાં કઠલાલમાં 32 mm,ખેડામાં 14 mm,ઠાસરામાં 08 mm ,નડીઆદમાં 21 mm ,મહુધામાં 93 mm, મહેમદાવાદ માં 15 mm, માતરમાં 17 mm,વસોમાં 07 mm વરસાદ નોંધાયો છે. ખેડા જિલ્લામાં સૌથી વધુ વરસાદ મહુધા તાલુકામાં નોંધાયો છે.