મહીસાગર જિલ્લાના યુવાનો માટે ઓનલાઈન રોજગાર ભરતી મેળાનું આયોજન - સોશિયલ ડિસ્ટન્સ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7822956-79-7822956-1593441377439.jpg)
લુણાવાડા: સરકાર દ્વારા કોરોના વાઇરસની મહામારી વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે અને કોરોનાનું સંક્રમણ ફેલાય નહીં તે માટે ગુજરાત સરકાર દ્વારા ઓનલાઈન રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત મહીસાગર જિલ્લાના યુવાનોને વિવિધ રોજગારીની તકોનો લાભ મળે તે હેતુથી જિલ્લા રોજગાર કચેરી, મહીસાગર દ્વારા ઓનલાઈન ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે રોજગાર મેળવવા ઇચ્છતા ઉમેદવારે https://forms.gle/k9DDLSpPrWHEaKHw7 દર્શાવેલા રજીસ્ટ્રેશન ફોમની લિન્ક પર ક્લિક કરી દર્શાવેલી તમામ વિગત ભરી સબમિટ કરી સોમવારથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકાશે અને રજિસ્ટ્રેશન 6 જુલાઈ સાંજે 05:00 કલાક સુધી જ કરી શકાશે. રજિસ્ટ્રેશન થયેલા ઉમેદવારનો ઓનલાઈન રોજગાર ભરતી મેળો 8 જુલાઈ અને 22 જુલાઈના રોજ ઓનલાઈન ભરતી મેળો યોજાશે, જેમાં સવારે-11:00 કલાકથી સાંજે 06:10 કલાક સુધી ઉમેદવાર ઓનલાઈન રહી ટેલિફોનિક અથવા વોટ્સએપ કોલીંગના વીડિયો કોલીંગથી ઇન્ટરવ્યુની પ્રક્રિયામાં ભાગ લઈ શકશે.