અમદાવાદ: 30 નવેમ્બરે વચનામૃત ગ્રંથના 200 વર્ષ પૂર્ણ, કુમકુમ મંદિર દ્વારા દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી - Ahmedabad Kumkum Temple
🎬 Watch Now: Feature Video
આમદાવાદ: જિલ્લામાં વિશાળ રંગોળીના મધ્યે વચનામૃત ગ્રંથના પ્રતિકૃતિ તૈયાર કરી કુમકુમ મંદિર દ્વારા 21 ફૂટ લંબાઈ અને 6 ફૂટ પહોળાઈ ધરાવતી વિશાળ રંગોળી બનાવવામા આવી હતી. માધ્યમાં 15 ફૂટ લંબાઈ અને 3 ફૂટ પહોળાઈ ધરાવતી વચનામૃત ગ્રંથની પ્રતિકૃતિ તૈયાર કરીને પધારવામાં આવી હતી. વચનામૃત ગ્રંથ ઉપર પુષ્પા અભિષેક કરવામાં આવ્યો હતો. સ્વામિનારાયણ ભગવાનની મુખમાંથી જે વાણી વહી હતી. તેનો જે ગ્રંથ બન્યો તેને વચનામૃત કહેવાય છે. આ ગ્રંથને 30 નવેમ્બરને રોજ 200 વર્ષ પૂર્ણ થાય છે. જેથી કુમકુમ મંદિર દ્વારા તેની દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગ રૂપે આ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. જે બાદ સંતો હરિભકતો દ્વારા આરતી કરવામાં આવી હતી.