રાજકોટ: ગોંડલ નેશનલ હાઇવે પર જીવના જોખમે ડુંગળીની લૂંટ, જૂઓ વીડિયો - latestgujaratinews
🎬 Watch Now: Feature Video
રાજકોટ: ડુંગળીને પાક નિષ્ફળ જવાને લઈને ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે. માર્કેટ યાર્ડમાં ડુંગળીના વેંચાણ અર્થે જતા ખેડૂતના ટ્રેક્ટરમાંથી બોરી તૂટી જતાં રાજકોટ નેશનલ હાઈવે ભોજપરા ગામના પાટિયા પાસે ડુંગળીની રેલમ છેલમ જોવા મળી હતી. ટ્રેકટરમાંથી ડુંગળી નેશનલ હાઈવે પર વેરાતા જાણે રૂપિયા 500 કે, 2000ની નોટો ઉડી હોય તેવી રીતે લોકો મોંઘા મોલની ડુંગળી લૂંટવા જીવના જોખમે દોડી ગયા હતા. કોઈ અકસ્માત ન સર્જાય તે માટે વાહનચાલકોને બ્રેક મારવાની ફરજ પડી હતી. કેટલાક યુવાનોએ તો ડુંગળીઓની થેલી ભરી જાણે મોટી જંગ જીતી હોય તેઓ હાશકારો અનુભવ્યો હતો.
Last Updated : Dec 12, 2019, 7:15 PM IST