અંકલેશ્વરમાં નશીલી દવાઓનો પર્દાફાશ, 1 આરોપીની ધરપકડ - Bharuch news
🎬 Watch Now: Feature Video
ભરૂચ: SOGએ અંકલેશ્વરના સારંગપુર વિસ્તારની અનાજ કરિયાણાની દુકાનમાં વેચાતી નશીલી ગોળીઓ સાથે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દુકાનમાંથી 1 કિલો જેટલી નશીલી ગોળી કબજે કરી હતી. આરોપી દિલીપ પોદારની ધરપકડ કરી હતી. આરોપી ભાંગ, ગાંજો અને ચરસનું મિશ્રણ કરી ગોળ-ખજુરની ગોળીમાં મિલાવતો હતો અને બાદમાં તેનું ગેરકાયદેસર રીતે વેચાણ કરતો હતો. પોલીસે આરોપી સામે નાર્કોટિકસ ડ્રંગ્સ એન્ડ સાઈકોટ્રોપીક સબસ્ટંટ એકટની કલમ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.