નવા વર્ષ નિમિત્તે વીરપુર જલારામ મંદિરમાં 8 હજાર ભક્તોએ દર્શન કર્યા - વીરપુર
🎬 Watch Now: Feature Video
રાજકોટ : દિવાળી અને નવા વર્ષ નિમિત્તે વીરપુર જલારામ મંદિર ખાતે બહોળી સંખ્યામાં ભક્તો દર્શન કર્યા હતા. સવારથી સાંજના 5 કલાક સુધીમાં 8 હજાર ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. 21 માર્ચના રોજ લોકડાઉન લાગુ કરાયા બાદ દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવેલા અન્નક્ષેત્રને 239 દિવસ બાદ સોમવારથી દર્શનાર્થીઓ માટે ફરી શરૂ કરવામાં આવ્યું છે. સોશિયલ ડિસ્ટન્સ, સેનિટાઈઝર અને ફરજિયાત માસ્કના નિયમો સાથે મોટી સંખ્યામાં ભક્તોએ જલારામ બાપાના દર્શન કર્યા હતા.