હેલ્મેટની જગ્યાએ તપેલી, કાકીએ સર્જયું કુતુહલ, જુઓ વીડિયો... - જુઓ વીડિયો...
🎬 Watch Now: Feature Video
સુરત: શહેરના રોડ પર તપેલી વાળી કાકીનો એક વીડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સુરતના પર્વત પાટિયા વિસ્તારનો આ વીડિયો છે. જેમાં એક મહિલા મોપેડ પર બેસીને જઈ રહી છે, પરંતુ માથા ઉપર હેલ્મેટ નહીં એક તપેલી છે. ટ્રાફિક નિયમન સુધારા કાયદાને લઈ જ્યાં એક તરફ લોકોમાં જાગૃતિ આવી રહી છે, ત્યારે બીજી બાજુ અજીબોગરીબ બનાવ સામે આવી રહ્યા છે. નવા નિયમો બાદ હેલ્મેટના દંડથી બચવા મહિલાઓએ નવો નુસખો અપનાવ્યો છે. મહિલા મોપેડ ચાલકે હેલ્મેટના બદલે માથે તપેલી પહેરી છે. આ વીડિયો સુરતના પર્વત પાટિયા વિસ્તારનો હોવાનુ અનુમાન છે. મહિલાના માથે તપેલી જોઈ તેમની પાછળ જઈ રહેલા બાઇક સવાર દ્વારા વીડિયો બનાવવામાં આવ્યો હતો.