જન્માષ્ટમી નિમિત્તે ડાકોર મંદિર રોશનીથી ઝળહળ્યું, જૂઓ આ નજારો - ETV Bharat
🎬 Watch Now: Feature Video
ખેડા: ડાકોર મંદિરમાં દર વર્ષે ભક્તિભાવપૂર્વક જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે. જે નિમિત્તે રાજાધિરાજા રણછોડરાયજીના દર્શન માટે મોટી સંખ્યામાં યાત્રીઓ આવે છે. હાલ કૃષ્ણ જન્મોત્સવને વધાવવાની તડામાર તૈયારીઓ હાથ ધરાઇ રહી છે. મંદિરને રંગબેરંગી આકર્ષક રોશનીથી સજાવવામાં આવ્યું હોવાથી મંદિર રોશનીના ઝળહળાટથી દીપિ ઉઠ્યું છે. રણછોડરાયજીના દર્શન કરવા આવતા યાત્રીઓ ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવતાની સાથે રોશનીથી સુશોભિત મંદિરને નિહાળી ભાવવિભોર બન્યા છે.