ભાદરવી પૂનમ નિમિત્તે સાબરકાંઠાના માર્ગ પદયાત્રીઓથી ઉભરાયા - Bhadravi Poonam
🎬 Watch Now: Feature Video
સાબરકાંઠાઃ સમગ્ર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીના માર્ગો જય જય અંબેના નાદથી ગુંજી રહ્યા છે. ગત વર્ષે ભાદરવી પૂનમ નિમિત્તે 22 લાખથી વધારે ભક્તજનોએ ચાલતા અંબાજી જગદંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યા હતાં. આ વર્ષે પદયાત્રીઓની સંખ્યા વધે તેમ જણાઈ રહ્યું છે. હાલમાં એક લાખથી વધારે પદયાત્રીઓ મીની અંબાજી ગણાતા અંબાજીમાં દર્શન કરી પ્રયાણ કરી ચૂક્યા છે. જેના પગલે આ વખતે ભક્તોની સંખ્યામાં વઘારો નોંધાયો છે.