શહેરાની સરકારી વિનયન કોલેજની NSS વાર્ષિક શિબિરનો પ્રારંભ - nss annual seminar held in shahera
🎬 Watch Now: Feature Video
પંચમહાલઃ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન શહેરા ખાતે આવેલી સરકારી વિનયન કોલેજના NSS વિભાગની વાર્ષિક શિબિરનો બામરોલી ગામ ખાતે પ્રારંભ થયો છે. ભાજપના જિલ્લા મહામંત્રી જીગ્નેશ પાઠક અને શહેરા મામલતદાર મેહુલ ભરવાડના હસ્તે દીપ પ્રાગટય કરીને ખૂલ્લો મુકવામા આવ્યો હતો.ઉપસ્થીત મહેમાનોનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આગામી 6 દિવસ સુધી ચાલનારી વાર્ષિક શિબિરમાં NSS વિભાગની પ્રવૃત્તિ ઓનું આયોજન કરવામાં આવશે તેમજ NSS યુનિટના વિધાર્થીઓ દ્વારા ગામમાં લોકોને સ્વચ્છ ભારત અભિયાન તેમજ પર્યાવરણ જાગૃતિના સામાજિક સંદેશ થકી જાગૃત કરવામાં આવશે.