કપડવંજમાં NRC અને CAAના વિરોધમાં વેપારીઓ દ્વારા બંધ પાળવામાં આવ્યું - kheda updates
🎬 Watch Now: Feature Video
ખેડાઃ NRC અને CAAના વિરોધમાં વિવિધ સંગઠનો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેમાં ખેડા જિલ્લાના કપડવંજમાં આજરોજ મુસ્લિમ વિસ્તારમાં વેપારીઓ દ્વારા બંધ પાળવામાં આવ્યું છે. કપડવંજ શહેરના મહોમ્મદ અલી ચોક, કડીયાવાડ, અંતિસર દરવાજા, નદી દરવાજા અને ડાકોર ચોકડી સહિતના વિસ્તારોમાં દુકાનો બંધ રાખી નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જો કે અન્ય વિસ્તારોમાં બંધની નહિવત અસર જોવા મળી હતી.