ETV Bharat / state

થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને લઈને તાપી પોલીસનું જડબેસલાક વાહન ચેકિંગ, દારૂ સહિતના માદક પદાર્થો ઘુસાડનાર પર બાજ નજર - TAPI POLICE

તાપી જિલ્લામાં નવા વર્ષની ઉજવણી દરમિયાન કોઈ ગેરકાયદે નશીલા પદાર્થોનું સેવન ન કરે તે માટે પોલીસ સતર્ક થઈને કામગીરી કરી રહી છે.

થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને લઈને તાપી પોલીસનું જડબેસલાક વાહન ચેકિંગ
થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને લઈને તાપી પોલીસનું જડબેસલાક વાહન ચેકિંગ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 29, 2024, 5:52 PM IST

Updated : Dec 29, 2024, 6:06 PM IST

તાપી: ગુજરાત સહિત તાપી જિલ્લામાં પણ લોકો નવા વર્ષની ઉજવણી કરવામાં માટે તત્પર છે. તો બીજી તરફ કેટલાક લોકો નશાનું સેવન ન કરે તે માટે તાપી પોલીસ એલર્ટ થઈને કામગીરીમાં જોતરાઈ છે. તાપી જિલ્લો મહારાષ્ટ્રની હદને અડીને આવેલો જિલ્લો છે. મહારાષ્ટ્ર માંથી ગુજરાતમાં દારૂની હેરાફેરી ન થાય તે માટે તાપી પોલીસે અલગ-અલગ ચેકપોસ્ટ બનાવીને ચેકીંગની કામગીરી કડક બનાવી છે. આ ઉપરાંત આવી ગેરકાયદે પ્રવૃતિઓ પર બાઝ નઝર રાખી તેને ડામવાની તજવીજ હાથ ધરી છે.

તાપી જિલ્લાના સોનગઢથી માત્ર 4 કિલોમીટરના અંતરે મહારાષ્ટ્રનું લક્કડકોટ ગામ આવેલું હોવાથી, સુરત સહિતના આજુ બાજુના લોકો ત્યાં ફરવા માટે જતા હોય છે, જેને લઈને પોલીસ દ્વારા સઘન ચેકીંગની કામગીરી કરીને ગેરકાયદે રીતે લઈ જવામાં આવતા દારૂને પકડી પાડવા માટે પોલીસ દરેક વાહનોનું ચેકીંગ કરી રહી છે, સાથે મહારાષ્ટ્રથી આવતી બસોમાં પણ પોલીસ દ્વારા ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.

થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને લઈને તાપી પોલીસનું જડબેસલાક વાહન ચેકિંગ (Etv Bharat Gujarat)

મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા જે તાપી જિલ્લાના ગામો છે, ત્યાં પોલીસ દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે, સાથે-સાથે જિલ્લાના પાર્ટી પ્લોટો, ફાર્મ હાઉસ સહિત અવાવરૂ જગ્યાઓ પર કડક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, સાથે પરમીટ પર લઈ જવામાં આવતા લિકરની પરમીટને પણ બરાબર તપાસવામાં આવી રહી છે. પરમીટ કરતા વધારે લીકર લઈ જતા લોકો પર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ બાબતે નાયબ પોલીસ અધિક્ષક ઈશ્વર પરમારે જણાવ્યું હતું કે, આગામી થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષની ઉજવણી શાંતિ પૂર્ણ રીતે ઉજવાય અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે તાપી જિલ્લા પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલી જગ્યાઓ જે છે ત્યાં વિવિધ ચેકપોસ્ટ બનાવી ત્યાં વાહન ચેકીંગ હાથ ધરવામાં આવેલું છે, આ ઉપરાંત પાર્ટી, અવાવરૂ જગ્યાઓ અને ફાર્મ હાઉસ પર પણ તકેદારીના ભાગ રૂપે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

  1. સુરતમાં 31stની ઉજવણીને લઈને પોલીસ સતર્ક, 4000 પોલીસકર્મી તૈનાત રહેશે, ફટાકડા ફોડવા પર પ્રતિબંધ
  2. 'દારૂ લ્યો, દારૂ લ્યો...' કચ્છના માંડવી બીચ પર શાકભાજી જેમ દારૂ વેચાયો? પોલીસ તપાસમાં શું આવ્યું

Last Updated : Dec 29, 2024, 6:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.