અમદાવાદ: વર્ષ 2025ની શરૂઆતને હવે માત્ર ગણતરીના કલાકો બાકી રહ્યા છે. નવા વર્ષને આવકારવા માટે લોકો ઉત્સાહિત છે. નવા વર્ષ પહેલા જ રાજ્ય સરકાર દ્વારા જાહેર રજાઓનું ટાઈમ ટેબલ બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં બેંકો, સરકારી કર્મચારીઓને કેટલા દિવસ રજાઓ મળશે તેનું લિસ્ટ હતું.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા હોલિડે લિસ્ટમાં સરકારી કચેરીઓ માટે કુલ 25 જાહેર રજાઓ છે. જેમાંથી 5 રજાઓ બીજા શનિવાર તથા રવિવારમાં આવતી હોવાથી કપાતમાં જશે. જોકે તેમ છતાં ઘણા તહેવાર બીજા/ચોથા શનિવાર અને રવિવાર પહેલા અથવા પછી આવતા હોવાથી કચેરીના કામકાજ બંધ રહેવાના હોવાથી કર્મચારીઓને મિનિ વેકેશનનો આનંદ માણવા મળશે. ત્યારે આગામી વર્ષમાં કઈ-કઈ તારીખે સરકારી કર્મચારીઓને જાહેર રજા સાથે બે કે તેથી વધુ દિવસના મિનિ વેકેશન મળશે તેના પર એક નજર કરીએ.
એપ્રિલમાં મળશે સળંગ 3 દિવસની રજા
સરકારના હોલિડે કેલેન્ડર મુજબ, આગામી વર્ષમાં આ વખતે 26મી જાન્યુઆરી અને પ્રજાસત્તાક દિવસ રવિવારે આવે છે. જે મહિનાનો ચોથો રવિવાર હોવાથી 25 જાન્યુઆરીએ મહિનાના ચોથા શનિવારે પણ સરકારી કચેરીઓ બંધ રહેશે. જ્યારે માર્ચ મહિનામાં 29 માર્ચે ચોથો શનિવાર, 30 માર્ચે રવિવાર અને ચેટીચાંદની રજા તથા 31મી માર્ચે સોમવારે રમઝાનનો તહેવાર હોવાથી કચેરીઓ બંધ રહેશે. એપ્રિલ મહિનામાં 12 એપ્રિલે બીજો શનિવાર અને 13 એપ્રિલે રવિવારની રજા મળશે, જ્યારે 14 એપ્રિલે સોમવારે બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ હોવાથી જાહેર રજા રહેશે.
સાતમ-આઠમમાં 3 દિવસનું મિનિ વેકેશન
9મી ઓગસ્ટે શનિવારે રક્ષાબંધનનો તહેવાર છે અને 10મી ઓગસ્ટે રવિવારની રજા આમ સળંગ બે દિવસ રજા મળશે. તો 15મી ઓગસ્ટ શુક્રવારે હોવાથી સ્વતંત્રતા દિવસની રજા રહેશે. જ્યારે 16 ઓગસ્ટે શનિવારે જન્માષ્ટમી અને 17મી ઓગસ્ટે રવિવારની રજા આમ જન્માષ્ટમીના તહેવારમાં સળંગ 4 દિવસની રજા મળશે.
કયા મહિનામાં સૌથી વધુ રજાઓ?
કયા મહિનામાં સૌથી વધુ રજાઓ આવે છે તેના પર વાત વિશે વાત કરીએ તો એપ્રિલ મહિનામાં 4, ઓગસ્ટ મહિનામાં 4 તથા ઓક્ટોબર મહિનામાં 5 રજાઓ મળશે. જ્યારે માર્ચમાં 2, જાન્યુઆરી, ફેબ્રુઆરી, સપ્ટેમ્બર, નવેમ્બર તથા ડિસેમ્બર મહિનામાં 1-1 રજાઓ મળશે.
આ પણ વાંચો: