સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરનું જાહેરનામું, લાગુ કરવામાં આવશે નવા નિયમો - લીંબડી નગરપાલિકા

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 20, 2020, 10:58 PM IST

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં સતત વધી રહેલા કોરોના કેસને લઈને કલેકટરે જાહેરનામું બહાર પાડયું છે. આ જાહેરનામું વઢવાણ, ધ્રાંગધ્રા અને લીંબડી નગરપાલિકા વિસ્તાર માટે બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા પ્રમાણે સવારના 7થી સાંજના 4 સુધી વેપારીઓ પોતાના ધંધા-રોજગાર ખુલ્લા રાખી શકશે. જ્યારે પાન-ગલ્લા, નાના દુકાનદારોને ત્યાંથી માત્ર પાર્સલ સુવિધા ઉપલબ્ધ રહેશે. જ્યારે દુકાનદારો બેથી વધુ વ્યક્તિઓ દુકાન પર ભેગા નહીં કરી શકે. દૂધ-શાકભાજી દવાઓ આવશ્યક ચીજવસ્તુઓ ખુલ્લા રહેશે. આ જાહેરનામું 31 જુલાઈ સુધી માન્ય રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.