મંદિરમાં ભક્તોને પ્રવેશ ન હોવા છતાં મંદિરની બહાર ભક્તોનો ઉત્સાહ બુલંદ - મુખ્ય પ્રધાન વિજય રૂપાણી
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: કોરોનાને ધ્યાનમાં રાખીને આ વર્ષની 143મી રથયાત્રાની પરંપરામાં ફેરફાર કરાયો છે. આ વર્ષે ભગવાન જગન્નાથ નગરયાત્રાએ નીકળવાના નથી. આ વર્ષે માત્ર મંદિરના પ્રાંગણમાં જગન્નાથ યાત્રા કરશે. આ અંગે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી પરંતુ તે અંગે હાઇકોર્ટ મનાઈ ફરમાવી છે. આજે સવારે રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને મેયર બિજલ પટેલ દ્વારા મંગળા આરતી કરવામાં આવી હતી. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ મંદિરની મુલાકાત લીધી હતી. તેમ છતાં મંદિરની બહાર ભક્તો હજુ પણ દુઃખી છે કે, ભગવાન નગરયાત્રાએ નીકળતાં નથી કારણ કે દર વર્ષે ભગવાન લોકોને દર્શન આપતા હોય છે પરંતુ આ વર્ષે પરંપરામાં ફેરફાર થયો છે.