Niramay Gujarat Yojna : jagdish vishwarkama દ્વારા પાટણમાં નિરામય ગુજરાત યોજના પ્રારંભ કરાવાઈ - નિરામય ગુજરાત
🎬 Watch Now: Feature Video
નિરામય ગુજરાત યોજના ( Niramay Gujarat Yojna ) અન્વયે પાટણની એમ.એન હાઇસ્કુલ ખાતે નિશુલ્ક મેગા સારવાર કેમ્પને ( Mega Health Camp in Patan ) રાજ્યકક્ષાના સહકારપ્રધાન જગદીશ વિશ્વકર્માએ ( Jagdish Vishwakarma ) જિલ્લાવાસીઓ માટે ખુલ્લો મુક્યો હતો. આ મેગા કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ વિવિધ નિષ્ણાત તબીબો પાસે તપાસ કરાવી દવાઓ મેળવી હતી. આ મેગા કેમ્પમાં જગદીશ વિશ્વકર્માએ આયોજનની ચકાસણી કરી દર્દીઓ સાથે વાતચીત કરી હતી અને રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગની (Patan Health Department ) ટીમ ઘરઆંગણે આવી છે ત્યારે વિના વિલંબે આ સેવાઓનો લાભ લેવા લોકોને અનુરોધ કર્યો હતો. જિલ્લામાં દર શુક્રવારે 52 સ્થળો પર આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવશે. લાભાર્થીઓને તેમના સ્વાસ્થ્યને લગતી વિગતો આવરી લેતું નિરામય કાર્ડનું ( Niramay Card ) વિતરણ કરાયું હતું. 1000 લાભાર્થીઓએ આરોગ્ય કેમ્પનો લાભ લીધો હતો. જિલ્લા કલેકટર સુપ્રીતસિંગ ગુલાટીએ ( Supreet Singh Gulati IAS ) લોકોને પડતી મુશ્કેલીઓ અને અગવડો નિવારવા અધિકારીઓને સૂચનાઓ આપી હતી.