લીમખેડાના કુંડલી ગામે રાત્રી ગ્રામ સભા યોજાઇ - દાહોદ
🎬 Watch Now: Feature Video
દાહોદ : જિલ્લાના સાંસદ જશવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં લીમખેડા તાલુકાના કુન્લી ગામે રાત્રીસભા યોજાઇ હતી. રાત્રીસભામાં ગ્રામજનોની વિવિધ રજૂઆતોની સાંસદે નિવારણ કરી આપવાની બાહેંધરી આપી હતી અને નવા બસસ્ટેન્ડ બનાવી આપવાની રજૂઆત સામે ત્વરિત નિર્ણય લઇ અત્યાધુનિક બસસ્ટેન્ડ નિર્માણ માટે ગ્રાન્ટ ફાળવી આપવાની પણ જાહેરાત કરી હતી. આ યોજાયેલી રાત્રીસભામાં જિલ્લા આયોજન અધિકારી, જિલ્લા પશુપાલન અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી, લીમખેડા તાલુકાના પ્રાંત અધિકારી સહિત ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ, સરપંચ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.