જામનગરમાં નૌસેના દ્વારા સ્વચ્છતા ઝૂંબેશ, વાલસુરામાં દરિયા કિનારે સફાઇ અભિયાન હાથ ધર્યું - jamnagar news
🎬 Watch Now: Feature Video
જામનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે જામનગરના નેવી મથક વાલસુરા છેલ્લા એક મહિનાથી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેના ભાગ રૂપે મોટી સંખ્યામાં નૌસેનાના જવાનો સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા.ખાસ કરીને નેવી મથક વાલસુરા દરિયા કિનારે હોવાથી અહીં પ્લાસ્ટિકનો કચરો વધુ જોવા મળે છે.સાથે સાથે નેવીના કમાન્ડિંગ ઓફિસર સી રઘુરામે જનતાને પણ અપીલ કરી છે. કે જેમ બને તેમ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. લોકોએ પોતાના ઘરની આજુબાજુમાં રહેલો કચરો હટાવવો જોઈએ અને પર્યાવરણનું જતન કરવું જોઈએ.