26 વર્ષથી સુરતના ઉમિયાધામ મંદિરમાં શેરી ગરબાની રમઝટ જામી... - navratri celebration in Surat
🎬 Watch Now: Feature Video
સુરતઃ શહેરના વરાછા વિસ્તારમાં આવેલા ઉમિયાધામ મંદિરના શેરી ગરબા થાય છે. દર વર્ષે નવરાત્રીના નવ દિવસ મા આદ્યશક્તિ અંબેની ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક આરાધના કરવામાં આવે છે. નવરાત્રીના બીજા દિવસે અહીં શેરી ગરબા યોજાયા હતા. જેમાં મહિલાઓએ માથે ગરબો મૂકીને મા અંબેની આરાધના કરવામાં આવી હતી. આજના કર્મશિયલ ગરબાની વચ્ચે આ વિસ્તારમાં છેલ્લા 26 વર્ષથી શેરી ગરબાની રમઝટ જળવાયેલી છે. આદ્યશક્તિ મા અંબેની આરાધનાની સાથે યુવતીઓ લોકગીત અને ગરબાના ગીતો પર ગરબે ઝૂમતી જોવા મળી હતી.