પોરબંદરમાં રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમીતે રેલી યોજાઇ - Porbandar news
🎬 Watch Now: Feature Video
પોરબંદરઃ "નેશનલ ગર્લ ચાઇલ્ડ વીક" 18થી 24 જાન્યુઆરીની ઉજવણી અંતર્ગત જિલ્લા પંચાયત ખાતેથી રેલી યોજાઇ હતી. જિલ્લા વિકાસ અધિકારી વી.કે. અડવાણીએ આ રેલીને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યુ હતું. જિલ્લા પંચાયતથી શરૂ થયેલી રેલી મહાત્મા ગાંધી રોડ, ભાવસિંહજી હોસ્પિટલ રોડ, બસ સ્ટેન્ડ થઇને જિલ્લા પંચાયત પરત પહોંચી હતી. આ રેલીમાં શહેરી વિસ્તારની આશા બહેનો, ફિમેલ હેલ્થ વર્કસ સહિત મોટી સંખ્યામાં બહેનો જોડાઇ હતી. આ પ્રસંગે ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કવિતાબેન દવે, પી. સી. એન્ડ પી. ડી. ટી. સેલનાં ચેરપર્સન સુરેખાબેન શાહ, મહિલા અને બાળ અધિકારી કાશ્મીરાબેન સાવંત રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા.