નર્મદા પોલીસે 14 લાખ રૂપિયાની ગુટકાનો મુદ્દામાલ જપ્ત કર્યો - latest news of narmada update
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7126978-26-7126978-1589015090159.jpg)
નર્મદા: લોકડાઉનના સમયમાં સરકારે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સિવાય તમામ વસ્તુના વેચાણ પર હાલ પ્રતિબંધ મૂક્યો છે. ખાસ કરીને દારૂ, બીડી, પાન-મસાલા, ગુટકાના વેચાણ પર સખત પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. ત્યારે વ્યસનીઓ દારૂની જેમ ગુટકા-તમાકુની પણ હેરાફેરી કરતા થયા છે. નર્મદા જિલ્લાના આમલેથા નજીક પોલીસે વિરપોર ચોકડી પાસેથી ગુટકાના જથ્થા સહિત 14,12,983 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. નર્મદા જિલ્લાના વિરપોર ચોકડી પાસે પીએસઆઈ ડી.એ.ક્રિશ્ચિયન સહિત અન્ય પોલિસ સ્ટાફ ચેકીંગમાં હતો એ દરમિયાન વલસાડથી રાજપીપળા તરફ એક આઇસર ટેમ્પો આવી રહ્યો હતો. પોલીસે તપાસ કરતા એમાંથી વિવિધ પ્રકારના ગુટકાના 100 કોથળા, તમાકુના 20 કોથળા મળી આવ્યા હતા. નર્મદા પોલીસે બંને વ્યક્તિઓની ધરપકડ કરી ટેમ્પો સહિત ગુટકા મળી કુલ 14,12,983 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.