વિલાજ ગ્રુપ દ્વારા નગરપાલિકાના કર્મચારીઓને N 95 માસ્કનું વિતરણ કરાયું - N95 masks
🎬 Watch Now: Feature Video
પાટણઃ શહેરમાં કોરોનાની મહામારીનું સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે, ત્યારે કોરોનાની મહામારીમાં પ્રજાને કોરોનાથી સતત જાગૃત રાખતી ચોથી જાગીર સમા પત્રકારો તેમજ આ મહામારીમાં પ્રજાની પ્રાથમિક સુવિધાઓ માટે દિવસ-રાત કામ કરતા નગરપાલિકાના કર્મચારીઓને કોરોના સંક્રમણથી રક્ષણ આપવા માટે વિલાજ ગ્રુપ દ્વારા N 95ના 200થી વધારે માસ્કનુ વિતરણ કરવામાં આવ્યું હતું. નગરપાલિકાના સભાખંડ ખાતે પાલિકા પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ અને વિલાજ ગ્રુપના માલિક લાલેશ ઠક્કર ના હસ્તે કર્મચારીઓ અને પત્રકારોને માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા.