રાજકોટમાં યોજાઈ મ્યુઝિકલ નાઈટ, બૉલીવૂડ સિંગર જાવેદ અલીએ લોકોને મંત્રમુગ્ધ કર્યા - rajkot news
🎬 Watch Now: Feature Video
રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાનો આજે 47મો સ્થાપના દિવસ છે. ત્યારે આજના દિવસે મહાનગરપાલિકાના અલગ અલગ વિભાગોમાં રંગોળી કરવામાં આવી હતી. ત્યારબાદ આજે મનપા દ્વારા રાજકોટવાસીઓ માટે ખાસ મ્યુઝિકલ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોલિવૂડ સિંગર જાવેદ અલીએ પોતાના સુરીલા અવાજથી રાજકોટવાસીઓના મન મોહી લીધા હતા. રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ખાસ મ્યુઝિકલ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ ઉમટી પડ્યા હતા. રાજકોટમાં યોજાઈ મ્યુઝિકલ નાઈટ, બોલિવૂડ સિંગર જાવેદ અલીએ મન મુકીને ડોલાવ્યા હતા.