સાંસદ મોહન કુંડારિયાએ મોરબીવાસીઓ સાથે પંતગ ચગાવ્યાં, જુઓ વીડિયો
🎬 Watch Now: Feature Video
મોરબી: મકરસંક્રાંતિના પર્વ પર યુવાનો સવારથી અગાશી પર ચડી ગયા છે અને પતંગને આકાશે ચડાવી રહ્યા છે તો સાથે સાથે સવારથી પવન પણ હોય જેથી મોરબીવાસીના પતંગોત્સવમાં આંનદ અપેક્ષાની પહેલે પાર જોવા મળી રહ્યો છે. આજે સૌ કોઈ પોતાના મનદુઃખ ભૂલીને પ્રેમની પતંગ ચગાવી રહ્યા છે. તો રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયાએ આજે ભાજપ આગેવાનો અને મોરબીના યુવાનો સાથે મળીને પંતગ ચગાવ્યાં હતાં અને જણાવ્યું હતું કે, જીવનમાં પંતગ પાસેથી ઘણું બધું શીખવા જેવું છે, પંતગ જેમ પવનની સાથે સાથે ઉંચે સુધી જાય છે તેમ માણસએ પોતાના જીવનમાં સામા પવને ચાલવાની બદલીમાં જો પવનની દિશામાં ચાલે પતંગની જેમ ખુબ આગળ વધુ શકે છે. એક પંતગ પાસે શીખવા જેવી છે કે, માણસે પોતાના ધંધા ની અંદર ક્યારે સ્થિર થવું જ્યારે પંતગ ગોથા ખાવા માંડે ત્યારે આપણે એમ લાગે કે કા પંતગ કપાશે ક ધરતી પર આવી જશે એવી રીતે માણશે પણ ધંધાની અંદર જોવું જોઈએ તેજી મંદી આવે ત્યારે કઈ રીતે સ્થિર થવું તે પણ એક પંતગના માધ્યમથી શીખી શકાય છે.