મોડાસાની પેપર મિલમાં ચડ્ડી ધારી ગેંગ દ્વારા 6 લાખથી વધુની ચોરી, ઘટના CCTVમાં કેદ - Paper mill
🎬 Watch Now: Feature Video
અરવલ્લી : જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલા કાબોલા ગામની ગુરૂકૃપા ક્રાફટ નામની પેપર મીલમાં રવિવારે રાત્રે ચડ્ડી ધારી ગેંગ દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવતા ચકચાર મચી છે. તસ્કરોએ ઓફિસમાં રહેલા કબાટના ખાનામાંથી 6 લાખથી વધુ રોકડ રકમની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ છે. પેપર મીલના માલિકે મોડાસા રૂરલ પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.