વિજ્યાદશમીના રોજ ડાકોર રણછોડરાય મંદિરને 1,11,11,111નો ચેક - One crore was donated to the temple of Lord Ranchodraiji
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-9311181-1050-9311181-1603644627285.jpg)
ખેડાઃ જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં વિજ્યાદશમીના રોજ અમદાવાદના ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ સુજલ પટેલ દ્વારા તેમના પિતા સ્વ.રાજુ સોમા પટેલની યાદમાં ભગવાન રણછોડરાયજીના શ્રી ચરણોમાં 1,11,11,111નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. મંદિર પૂજારીએ આ ચેક પ્રભુની નજર સમક્ષ મંદિરના ભંડારે સ્વીકૃત કર્યો હતો. આ પ્રસંગે ડાકોર રણછોડરાય મંદિરના ટ્રસ્ટી ભરત જોષી, અરુણ મહેતા, મેનેજર અરવિંદ મહેતા, જગદીશ દવે ઉપરાંત મંદિરના સેવક પૂજારી આગેવાનો અને અમૂલ ડેરી ચેરમેન રામસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. મહત્વનું છે કે, ભાવિકો તરફથી રણછોડરાયજી મંદિરને મળેલું આ દાન અત્યાર સુધીની સૌથી મોટૂં દાન છે.