વડોદરા સયાજીબાગના એક મકાનમાં સાપનાં 30થી વધુ બચ્ચાં દેખાતાં રેસ્ક્યુ કરાયું - પાદરા ફોરેસ્ટ વિભાગ
🎬 Watch Now: Feature Video
વડોદરા : શહેર નજીક પાદરા નગરના સ્ટેશન વિસ્તારમાં આવેલા સયાજીબાગ પાસે એક મકાનમાં મકાન માલિક પોતાનું કામ કરી રહ્યા હતા. તે દરમિયાન એક સાપનું બચ્ચું દેખાયું હતું. જેથી તપાસ કરતાં ત્યાં વધારે બચ્ચાં જોવા મળ્યા હતા. આ અંગે પ્રાણી જીવ રક્ષક સંસ્થાને જાણ કરતાં રોકી આર્યની ટીમે રેસ્ક્યુ કરી 30 થી 32 જેટલાં સાપનાં બચ્ચાંને સહી સલામત રીતે પકડ્યા હતા. ત્યારબાદ રેસ્કયૂ કરાયેલા બચ્ચાંને પાદરા ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યા હતા.