મોરબી એસટી વિભાગને દિવાળી ફળી, વધારાની આવક નોંધાઇ - એસટી નિગમ આવક
🎬 Watch Now: Feature Video
મોરબીઃ દિવાળી પર્વ લોકોએ ઉત્સાહ સાથે મનાવ્યો છે. જેના કારણે મોરબી એસટી વિભાગને દિવાળી ફળી છે. લોકો માટે સ્પેશિયલ બસ મુકવામાં આવી હતી. જેમાં ધરખમ આવક થઇ છે. મોરબીમાં મોટી સંખ્યામાં દાહોદ-ગોધરાના અને અન્ય રાજ્યોમાંથી મજૂર વર્ગ કામ અર્થે આવે છે અને દિવાળી પર પોતાના વતન જતાં હોય છે. એસટી વિભાગ દ્વારા દાહોદ-ગોધરાની વધુ 8 બસો મુકવામાં આવી હતી, જેમાં એસટી વિભાગને વધારાની 3.50 લાખની આવક થઇ છે. તો રેગ્યુલર રૂટની બસોમાં 1 લાખ જેટલી વધારાની આવક થઇ હોવાનું એસટી વિભાગના ડેપો મેનેજર દિલીપ શામળાએ જણાવ્યું હતું.